છે પ્રીતના તો પોકળ દાવા રે જગમાં, છે પ્રીતના તો પોકળ દાવા
કરે ઊઠતાં તો પ્રીત કામથી, કરે પ્રીત રાતે તો આરામમાં - છે...
કદી પ્રીત કરે ઊંઘથી, તો કદી ગણે ભોજનને તો વહાલાં - છે...
દાંતે દીધા સાથ તો ઘણા, પડતાં, દેખાયાં પ્રીતના અખાડાં - છે...
શોભા દીધી વાળે ઘણી, ખરતાં, પ્યાર એના રહ્યા ખરતા - છે...
કપાતો નખ તો જીવનમાં, ના તૂટયાં ત્યાં પ્રીતના ફુવારા - છે...
અંગે-અંગે તો સાથ દીધાં, પડતાં વિખૂટા, બે દિન આંસુ વહાવ્યાં - છે...
શ્વાસે-શ્વાસે તો માનવ ટકે, રહ્યા સાથે, લાગ્યા ત્યાં સુધી પોતાના - છે...
લાગ્યા આત્મા જેવા જે પોતાના, પડતા વિખૂટા શાને બે દિન વરતાવા - છે...
છે હાલત ખુદના તનની આવી રે પ્રભુ, થાશે હાલત પ્રભુ શું તારી - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)