મૈત્રી જાળવી જાણજે રે મનવા, તું મૈત્રી જાળવી જાણજે
દૂધ, પાણીએ જાળવી મૈત્રી સાચી, તું એવી મૈત્રી જાળવી જાણજે
દૂધે તો પાણીને સમાવી દીધું એવું, કિંમત પોતાની સરખી કરવી - તું...
સમાઈ ગયા એકબીજામાં એવા, બન્યા મુશ્કેલ તો છૂટા પાડવા - તું...
ભળતાં દૂધમાં તો પાણી, પાણી ભી તો દૂધ ગણાયું - તું...
ત્યજ્યા રંગરૂપ તો પાણીએ, ધર્યા શ્વેતરૂપ તો દૂધના - તું...
ચડયા ચૂલાના તાપે તો જ્યાં, ઝીલવા તાપ, હૈયા બંનેના ઊભરાયા - તું...
કર્યા એકબીજાએ સહન સાથે તો તાપ, મૂક્યા ના એકબીજાએ તો સાથ - તું...
દેજે મનવા આત્માને એવા તું સાથ, મૈત્રી એવી નિભાવી જાણજે - તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)