Hymn No. 2599 | Date: 22-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-22
1990-06-22
1990-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13588
હાથના કર્યા તો હૈયે વાગે છે, નેવાના પાણી તો મોભે ચડયા છે
હાથના કર્યા તો હૈયે વાગે છે, નેવાના પાણી તો મોભે ચડયા છે આ સંસારી જીવડો તોયે જીવન જીવવા ઝંખે છે નિરાશાના ઘૂંટડા મળતા રહે છે, નજરમાં રસ્તા બધા બંધ પડયા છે - આ સંસારી ... અંગે અંગે તો રોગ ઘેરાયા છે, અન્નને ને દાંતને તો વેર થયા છે - આ સંસારી ... રૂંવાડે રૂંવાડે ઋણ ભર્યા છે, ચૂકવવાના રસ્તા ઊલટા પડયા છે - આ સંસારી... પળે પળે તો અપમાન મળે છે, જીવનભર તો વધતા રહ્યા છે - આ સંસારી... મૂંઝવણે મૂંઝવણ વધતી રહી છે, ના મારગ એમાં તો મળે છે - આ સંસારી... દુઃખના ડુંગર તો વધતા રહ્યા છે, કારણ ગોત્યા ના જડે છે - આ સંસારી સંસાર તાપના અફાટ રણ પડયા છે, છાંયડાની આશા ઠગારી નિવડે છે - આ સંસારી... ગૂંચવણના ગૂંચાળા વધતા રહ્યા છે, પ્રભુના મારગ ના પકડયા છે - આ સંસારી ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hathana karya to haiye vaage chhe, nevana pani to mobhe chadaya che
a sansari jivado toye jivan jivava jankhe che
nirashana ghuntada malata rahe chhe, najar maa rasta badha bandh padaya che - a sansari ...
ange ange to roga gheraya chhe, annane ne dantane to ver thaay che - a sansari ...
rumvade rumvade rina bharya chhe, chukavavana rasta ulata padaya che - a sansari...
pale pale to apamana male chhe, jivanabhara to vadhata rahya che - a sansari...
munjavane munjavana vadhati rahi chhe, na maarg ema to male che - a sansari...
duhkh na dungar to vadhata rahya chhe, karana gotya na jade che - a sansari
sansar tapana aphata rana padaya chhe, chhanyadani aash thagari nivade che - a sansari...
gunchavanana gunchala vadhata rahya chhe, prabhu na maarg na pakadaya che - a sansari ...
|
|