જાણી લેજે રે, જાણી લેજે તને રે તું, આતમ મોજ તું માણી લેજે
અજાણ્યો છે જ્યાં તારાથી રે તું, તને સાચો તું જાણી રે લેજે
જનમથી છે પ્રકૃતિ તારી સાથે ને સાથે, ઓળખ એની તું કરી રે લેજે
મનડું તો કાંઈ નથી રે નવું, તોય બરાબર એને તું નીરખી લેજે
જાણ્યું તો જગમાં તેં તો ઘણું, તને પોતાને હવે તો તું જાણી લેજે
તણાયો છે તું શેમાં, કે જાણે છે તું, બરાબર એ તો તું સમજી લેજે
જાગ્યો છે મોહ ઘણો માયાનો રે તને, પ્રભુનો મોહ તું જગાડી દેજે
લાગે રે પ્રભુ તને જો જુદા, જુદાઈ તારી હવે તો મિટાવી દેજે
નથી પ્રભુ રે નવા, નથી નવો રે તું, પરિચય હવે તું પૂરો કરી લેજે
તને જાણશે જ્યારે, સાચો રે તું, પ્રભુને સાચો તું જાણી લેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)