સમજાતું નથી, સમજાતું નથી, જીવનમાં તો, એ સમજાતું નથી
થઈ રહ્યું છે શું મારા જીવનમાં, થાશે શું મારા જીવનમાં - એ...
રહ્યાં છે બદલાતા પાસા તો જીવનમાં, કેમ ના બદલાયો હું એમાં - એ...
ચાલ્યો જીવનમાં, સમજ્યો હું જે જે જીવનમાં, હતી પ્રેરણા કોની એ જીવનમાં - એ...
દુઃખ દર્દની રાહ છે ખુદે સર્જેલી, કેમ છૂટતી નથી તો એ જીવનમાં - એ...
માનવને છે માનવતાનું આધ્યાફળ, કેમ ઝીલી શક્યા નથી એને એ જીવનમાં - એ...
મોટા મનનો રે માનવી, કેમ લોભલાલચમાં રહ્યો છે લપેટાઈ - એ...
કરશે માનવ જીવનમાં તો, ક્યારે અને કેમ જગમાં તો શું - એ...
જીવનમાંથી આનંદના પ્યાલા પીવાને બદલે, કેમ પીધા વિષાદના પ્યાલા - એ...
દુભવી દિલ અન્યનું, દિલને મળી ના મજા, અટક્યા ના કેમ એમાં - એ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)