Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2612 | Date: 27-Jun-1990
લાગી ગઈ માયા પિંજરાની તો એવી, પંખી પિંજરું ના છોડે
Laagi Gai Mayaa Pinjaraa Ni Toh Evi, Pankhi Pinjaru Na Chode

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2612 | Date: 27-Jun-1990

લાગી ગઈ માયા પિંજરાની તો એવી, પંખી પિંજરું ના છોડે

  No Audio

Laagi Gai Mayaa Pinjaraa Ni Toh Evi, Pankhi Pinjaru Na Chode

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-06-27 1990-06-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13601 લાગી ગઈ માયા પિંજરાની તો એવી, પંખી પિંજરું ના છોડે લાગી ગઈ માયા પિંજરાની તો એવી, પંખી પિંજરું ના છોડે

ભૂલી મોજ મુક્તિની રે, સળિયા પિંજરાના એ તો ગણે - પંખી...

હોય ભલે ઉઘાડા તો દરવાજા રે, પંખી બહાર ના ઊડી જાયે - પંખી...

દેખાયે વિશ્વ તો બહારનું રે, પિંજરું પ્યારું તોય એને લાગે - પંખી…

તૂટી તાકાત ઊડવાની તો એની, ડર ઊડવાનો હવે તો લાગે - પંખી...

પાંખ ગઈ છે એવી રે બંધાઈ, છતી પાંખે ઊડી એ ના શકે – પંખી...

પિંજરામાં રક્ષિત પોતાને એ તો માને, બહાર અજાણ્યો ડર લાગે - પંખી...

ડરે તો રોકી લીધી છે, મજા મુક્તિ તણી ઊડવાની રે - પંખી...

બાંધ્યો ખોરાક એ તો ખાયે, મનગમતો ખોરાક ના એ તો મહાણે - પંખી...

ગયો વીસરી, તાકાત એની ઊડવાની રે, સુખ બંધનનું એ તો જાણે - પંખી...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāgī gaī māyā piṁjarānī tō ēvī, paṁkhī piṁjaruṁ nā chōḍē

bhūlī mōja muktinī rē, saliyā piṁjarānā ē tō gaṇē - paṁkhī...

hōya bhalē ughāḍā tō daravājā rē, paṁkhī bahāra nā ūḍī jāyē - paṁkhī...

dēkhāyē viśva tō bahāranuṁ rē, piṁjaruṁ pyāruṁ tōya ēnē lāgē - paṁkhī…

tūṭī tākāta ūḍavānī tō ēnī, ḍara ūḍavānō havē tō lāgē - paṁkhī...

pāṁkha gaī chē ēvī rē baṁdhāī, chatī pāṁkhē ūḍī ē nā śakē – paṁkhī...

piṁjarāmāṁ rakṣita pōtānē ē tō mānē, bahāra ajāṇyō ḍara lāgē - paṁkhī...

ḍarē tō rōkī līdhī chē, majā mukti taṇī ūḍavānī rē - paṁkhī...

bāṁdhyō khōrāka ē tō khāyē, managamatō khōrāka nā ē tō mahāṇē - paṁkhī...

gayō vīsarī, tākāta ēnī ūḍavānī rē, sukha baṁdhananuṁ ē tō jāṇē - paṁkhī...
Scan Image

Gujarati Bhajan no. 2612 by Satguru Sri Devendra Ghia - Kaka