બતાવો કોઈ તો મુજને, સમજાવો કોઈ તો મુજને
છું હું કોણ, આવ્યો ક્યાંથી, ને હવે ક્યાં જવાનો હું તો
આવ્યો શું કામ આ જગમાં, રહીશ દિન કેટલાં આ જગમાં રે
નાંખે છે સંબંધોમાં તો શું બાધા, ગણવા જગમાં કોને પ્યારા રે
રહ્યા છે મળતાં તો અજાણ્યા, જગમાં બન્યા કંઈક પોતાના રે
ગણ્યા ને માન્યા પોતાના, પડયા એ તો વિખૂટા તો જગમાં રે
ચાહું છું શાંતિ તો હૈયામાં, રહી છે જાગતી અશાંતિ તો હૈયામાં રે
ગમ્યું જે આજે, વિસરાયું કાલે, રહેશે સ્થિર શું આ જગમાં રે
માંગણીનો અંત નથી જ્યારે, અંત કેમ આવશે એનો તે ક્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)