ધીરે-ધીરે જગમાં રે માનવ તો ચાલતાં શીખ્યા
જનમથી તો જગમાં નથી કોઈ માનવ તો ચાલ્યા
શરૂ શરૂમાં સહુ કોઈ તો, અન્યના આધારે તો ચાલ્યા
પ્રભુએ તો આધારની જરૂરિયાત જગમાં સહુની પૂરી પાડી રે
શીખતાં શીખતાં શીખ્યા ઘણું, ગયા ભૂલી, નહોતા શીખ્યા રે
રહેતા રહેતા, આવડતના અભિમાનમાં સરકતા એ ગયા રે
બિનઆવડત દેખાણી જ્યાં, હાંસીપાત્ર એને બનાવ્યા રે
ના એ તો કદી સમજ્યા હતા, જીવનમાં કંઈક ચીજથી અજાણ્યા રે
છીપશે ના જીવનકાળમાં તૃષા શીખવાની, લાગશે જીવનકાળ ટૂંકા રે
જાણવા કર્તાને, સમજ્યાં સમજાશે બધું, એ માનવ ભૂલ્યા કે ચૂક્યા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)