નિતનવું જાણવાની છે જગમાં સહુને હૈયે તો ઇંતેજારી
નિતનવું અનુભવવાની તો છે જગમાં સહુને તો ઇંતેજારી
નવું તો જૂનું થાતાં, જાગે છે પ્યાસ સહુના હૈયે તો નવાની
ભરી છે શક્તિ એમાં તો, જગના ચાલક કર્તાની
સમજ પણ રહે છે બદલાતી, છે ઝંખના સાચું સમજવાની
નોંધાતી રહી છે રે જગમાં, માટે તો નિતનવી કહાની
પ્રભુને ભી ગોતવા નીકળ્યા કંઈક, હતી રાહ ભલે રે અજાણી
જોતાં, અનુભવતાં, પણ પ્યાસ નિતનવાની નથી બુઝાવાની
એક ચીજના નીકળશે સાર જુદા, છે દૃષ્ટિ નિતનવી જોવાની
છે ઇંધણ એ તો સાચું, રહેશે જ્યાં સુધી પ્રગતિ તો થવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)