રહી છે, વહેતી ને વહેતી રે જગમાં, તારી રે માડી, શક્તિની તો ધારા રે
પ્રણામ તને ‘મા’, પ્રણામ જગદંબા, પ્રણામ તારી સર્વ શક્તિને
શબ્દેશબ્દોમાં એ તો વહેતી રહે, વિચારેવિચારોમાં એ ઝરતી રહે
ભાગ્ય ભી તો છે શક્તિ તારી, કર્મોમાં રહી તારી શક્તિ જણાઈ રે
કુદરતમાં તો છે એ ભરી ભરી, નજરેનજરમાં શક્તિ એ તો દેખાશે
રુદનમાં ભી તો છે શક્તિ તારી, હાસ્યમાં તો છે શક્તિ તારી રે
બુદ્ધિમાં તો તારી શક્તિ દેખાતી, મનડાંની ભી શક્તિ વરતાતી રે
સંયમમાં તો રહી છે શક્તિ છૂપી, તપની શક્તિની અવગણના ના થાતી રે
ભક્તિમાં ભી તો છે શક્તિ ભરેલી, ભાવેભાવમાં તો એ પ્રગટતી રે
સેવામાં ભી તો છે શક્તિ વસેલી, નિયમમાં ભી તો એ પ્રગટ થાતી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)