છુપાયા જે કિરણો કાજળઘેર્યા વાદળ પાછળ, કાયમ છુપા રહેવાના નથી
અફાટ સમુદ્રના જળ પાછળ પણ, કિનારો, મળ્યા વિના રહેતો નથી
રાતના અંધારા પછી દિનનો પ્રકાશ તો, મળ્યા વિના રહેતો નથી
જનમ પછી તો મરણ, જગમાં આવ્યા વિના તો રહેવાનું નથી
કાળ તો સદા બદલાતો રહેશે, સ્થિર એ તો રહેવાનો નથી
ખોળિયા બદલાયે ભલે આત્માના, આત્મા તો છુપો રહેવાનો નથી
યોગ્ય સમય ને સંજોગો મળતાં, બીજ તો ફૂટયા વિના રહેવાનું નથી
હૈયેથી તો હિંમત હટતાં, જગમાં દર્શન કાયરતાનું થયા વિના રહેવાનું નથી
હાથ ને હથિયાર જ્યાં હેઠાં પડે, સ્મરણ પ્રભુનું આવ્યા વિના રહેવાનું નથી
મનડું તો જ્યાં સ્થિર થયું, અનુભવ પ્રભુનો થયા વિના રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)