મન વિનાનો નથી કોઈ જગમાં રે માનવી,મન નચાવે, સહુ જગમાં એમાં નાચતા જાય
અકળ લીલા છે તારી રે મનવા, અકળ લીલા છે તારી
કરશે ક્યારે તું શું, પહોંચશે ક્યાંને ક્યાં તું, કરી નથી શકાતી એની આગાહી
અશક્ત ગણીને એને, દઈ ના શકીએ જીવનમાં હડસેલી - અકળ...
તારા રે સાથ વિના રે મનવા, બની ના શકીએ જીવનમાં શક્તિશાળી - અકળ...
કરે કદી તું નખરા રે એવા, જઈએ જીવનમાં અમે એવાં રે ત્રાસી - અકળ ...
કરીએ જીવનમાં ઘણી ઘણી, પૂજા અમે તો તારી, નથી સ્વીકારી તેં તાબેદારી - અકળ...
તારા વિના કરી ના શકે કાંઈ માનવ, રહે યાત્રા તારા વિના એની અધૂરી - અકળ...
સુખદુઃખમાં પણ રહે તું ફરતોને ફરતો, રાખીએ ભલે ઘણી તકેદારી - અકળ...
છે કઠણ દર્શન તો પ્રભુના, છે હાથમાં જ્યાં તારા તો એની રે દોરી - અકળ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)