કોઈ કાયમ તો જગમાં રહ્યા નથી, જગમાં કાયમ તું ભી રહેવાનો નથી
કોઈ સાથે જગમાંથી કાંઈ લઈ ગયું નથી, તું ભી જગમાંથી કાંઈ લઈ જવાનો નથી
આવ્યો છે જગમાં જ્યાં તું ખાલી હાથે, હાથ ખાલી વિના તારા રહેવાના નથી
કીર્તિ અપકીર્તિ તારી રહેશે રે જગમાં, એના વિના જગમાં બીજું રહેવાનું નથી
શ્વાસ ભી તો તેં જગમાં લીધા, છેલ્લો શ્વાસ જગમાં છૂટયા વિના રહેવાનો નથી
ધડકી છે પહેલી ધડકન તારી તો જગમાં, ધડકન છેલ્લી જગમાં ધડક્યા વિના રહેવાની નથી
ખાશો મીઠું જગમાં કોઈ ભી ખૂણે, ખારું લાગ્યા વિના એ રહેવાનું નથી
રહે છે વહેતો તાપ તો સૂર્યમાંથી, ગરમી આપ્યા વિના એ રહેવાનો નથી
ફરતું ચિત્ત ને ધ્રુજતાં હાથ, નિશાન જલદી વીંધી શકવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)