લીધું છે જગમાં તો જેનું જે-જે, વાળતા પાછું, તું અચકાતો ના
લીધાં છે શ્વાસ તો જ્યાં જગમાં, જગ કાજે, વાપરવા એને, તું અચકાતો ના
પોષાયું છે ધરતીના અન્નથી તો તન તારું, સોંપતા ધરતીને પાછું, તું અચકાતો ના
વાપર્યા છે કિરણો સૂર્યના તો તેં જગમાં, અર્ઘ્ય દેવું એને, તું અચકાતો ના
કર્યો ઉપયોગ અગ્નિનો જીવનમાં તો ઘણો, સોંપતા તન અગ્નિને, તું અચકાતો ના
કર્યો છે ઉપયોગ જળનો તો જ્યાં જીવનમાં, જળકાજે દેહ વાપરતાં, તું અચકાતો ના
જન્મ્યો છે તું જે કુટુંબમાં, એના કાજે દેહ ઘસતા, તું અચકાતો ના
લીધી શિક્ષા ઘણી તો તેં ગુરુ પાસે, એના કાજે પાડતા દેહ, તું અચકાતો ના
દીધી છે અને મળી છે જ્યાંથી મનને સાંત્વના, માનવા આભાર, તું ખચકાતો ના
છે આત્મા તો પ્રભુનો, ભેળવવા એને તો પ્રભુમાં, તું અચકાતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)