કપડા નીચેની નગ્નતાને તો જગત જલદી નિહાળી નથી શક્તું
પથરાયેલ જગમાં સત્ય તો જે, જગત જલદી નથી સમજી શક્તું
ઉપરછલ્લાં ભાવ તો સહુ નિહાળે, અંતરના ઊંડા ભાવ સુધી કોઈ પહોંચી નથી શક્તું
કહેવા ચાહે કદી-કદી તો જે જબાન, શબ્દ એને તો પૂરું કહી નથી શક્તું
આંખના ઇશારા તો સમજાવી દે છે એને, કાંઈ એ બોલી નથી શક્તું
મૂંગા પ્રાણી તો સહન કરે અન્યાય, સામનો તો નથી એ કરી શક્તું
અનુભવ પ્રભુનો તો છે એવો, જલદી વર્ણવી નથી એને શકાતું
રાખ નીચેના અંગારા ભી, દઝાડયા વિના તો નથી તો રહેવાના
જાગતા હૈયાના ભાવનું, હૈયું ભી તો દાદ નથી દઈ શક્તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)