રાહ જોઈ જોઈ હું તો થાક્યો રે પ્રભુ, હજી તોય તું તો ના આવ્યો
મોકલ્યા સંદેશા અનેક તને રે પ્રભુ, સંદેશો તારો હજી ના આવ્યો
નીંદ ઘેરાણી છે હવે મુજ આંખલડીએ, શું નીંદરે છે તું ભી ઘેરાણો
થાક લાગ્યો છે મને રે પ્રભુ, શું તું ભી છે હવે રે થાક્યો
શું યોગનિદ્રામાં લીન એવો બન્યો તું, સંદેશો મારો વિસરાણો
શું હું ભુલાયો કે સંદેશો ભુલાયો, કે ભાગદોડમાં ખૂબ તું ગૂંથાયો
વાર તો લાગી કેમ તને ઘણી, આવતા હજી કેમ તું અચકાણો
મોકલ્યો ના કોઈ સંદેશો કે કારણ, ભેદ એનો તો ના પરખાણો
કહેશો ના હવે રે પ્રભુ, ફુરસદ નથી તને, સંદેશો ના એવો મોકલાવશો
શું સૂઝ્યું છે આ રે તને, તડપો છો રે તમે, ને અમને તડપાવો છો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)