બચી-બચી ક્યાં જઈશું રે માડી, યાદ તારી પીછો છોડવાની નથી
છૂપ્યો છુપાઈ ક્યાં રહી શકું રે માડી, નજર તારી પડયા વિના રહેવાની નથી
કરું પ્રાર્થના, કર ના કસોટી તું મારી રે માડી, આદત તારી તો છૂટવાની નથી
ભૂલીએ અમે જગમાં તને તો માડી, કદી અમને તું તો ભૂલવાની નથી
લાગે ન લાગે, સમજ્યા જ્યાં, તને થોડું રે માડી, અણસમજમાં સરકવાને વાર નથી
જાગે જ્યાં પસ્તાવો સાચો જ્યાં પાપનો, માફી આપ્યા વિના તું રહેતી નથી
બળે કે ના હટે કર્મો જ્યાં જગમાં અમારા, કર્મો બાંધ્યા વિના તો રહેતો નથી
જાગી હૈયે જ્યાં એક ઇચ્છા રે માડી, બીજી જાગ્યા વિના તો રહેતી નથી
વસી છે જ્યાં તું સર્વમાં રે માડી, હટતાં દ્વંદ્વો, ખેંચાણ જાગ્યા વિના રહેતું નથી
પથરાયે જ્યાં સાચાં તેજ તમારા, અંધકાર તો હટયા વિના રહેતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)