હરિ તો હાટે વેચાતા મળશે નહિ, પડશે મૂલવવા એને, હૈયાના પ્યારથી રે
ચડતા નથી એ તો જલદી નજરે, પડશે જરૂર તો, વિશુદ્ધ નજરની રે
પહોંચવા બધે, એ તો હળવા રહે, ચૂકવવા મૂલ એના, ભારી એ તો બને રે
ભક્તિ ને ભાવતણા મૂલ્ય એ તો માગે, પડશે એ તો ચૂકવવા રે
સાચાં મૂલ્યો મળતાં, રાજી એ થાતા, દોડી-દોડી એ તો આવશે રે
પડશે મૂલ્યો જ્યાં એને તો ઓછા, ના એ તો સાચાં તોલાશે રે
તુલસીદળથી ભી એ તોલાયા, હીરા મોતીથી ભી ના એ તોલાશે રે
સેવકના તો એણે કામો રે કીધા, સાચી સેવા એને તો મૂલવશે રે
ભાવ ને ભક્તિથી તો એ પીગળશે, વાર ના ત્યાં એ લગાડશે રે
ભાવથી ભક્તોના હાથે ખાધું, રહેશે નહિતર પકવાન એમના એમ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)