અરે તરવૈયા તો સંસાર તરી જાય છે, (2)
પડી પાણીમાં, ઉપર ને ઉપર એ તો તરતાં જાય છે
મારી ડૂબકી અંદર, ઉપર પાછા એ તો આવી જાય છે
કંઈક તો ઊંડે-ઊંડે એમાં તો ડૂબી જાય છે
કંઈક તો અંદર ઊતરી એવા, કાદવમાં ખૂંપી જાય છે
વા વંટોળની તો ટક્કર ઝીલી, એ તો તરતાં જાય છે
કંઈક તો રહી તરતાં ને તરતાં, અન્યને તારતાં જાય છે
હરિનામના પહેરીને તૂંબડા, એ તો તરતાં જાય છે
હટયા ભાર જ્યાં મનના ને હૈયાના, હળવા એ બનતા જાય છે
તરતાં-તરતાં એ તો, પ્રભુના ધામમાં પહોંચી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)