પાપ-પુણ્યના હિસાબ ચૂકવવા તારા રે, તનની જીવનભરની કેદ મળી છે
રસ્તા ચૂકવવા તો એના રે, સમજવા તને તો બુદ્ધિ મળી છે
બાળવા કર્મોના પરિતાપ રે, અખંડ શ્રદ્ધાના દીપ તું જલવા દેજે
હસતા-હસતા જો જીવન જીવશે રે, છોળ સુખની તો ઊડશે રે
તનના દર્દ તો તન ઝીલશે રે, ના મનને તો એમાં તો જોડજે રે
પહોંચાડે પ્રેમની ધારા તો પ્રભુ પાસે, તને દર્દભર્યું તો દિલ મળ્યું છે
સંપર્ક રાખવા પ્રભુનો સદાયે, ભાવભર્યા તને તો ભાવ મળ્યા છે
તારી પ્રગતિ કાજે તો, છે ગોઠવાયેલા અનુકૂળ-પ્રતિકૂળ સંજોગ મળ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)