કરતા રહેવી ભૂલો ઘણી, માગતા રહેવી માફી એની, એમાં શોભા તારી શું છે
રાખવી યત્નોમાં ખામી, રાખવી આશા ખોટી ફળની, એમાં શોભા તારી શું છે
પોષવા અહંને તો તારા, દેવી શિક્ષા અન્યને, એમાં શોભા તારી શું છે
છે શક્તિનું સંતાન તું, મનથી હારી જાશે જો તું, એમાં શોભા તારી શું છે
પહોંચવુ છે મંઝિલે જ્યારે, હિંમતમાં જો પાછો પડશે, એમાં શોભા તારી શું છે
કરતો રહ્યો છે કર્મો તું જ્યારે, દોષ પ્રભુનો કાઢે શાને, એમાં શોભા તારી શું છે
માફી માગે તારી કોઈ જ્યારે, માફ કરતા તું અચકાયે, એમાં શોભા તારી શું છે
સલાહ લેવા તારી પાસે કોઈ આવે, ઊંધે રવાડે તું ચડાવે, એમાં શોભા તારી શું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)