લાગે તને શક્તિ નથી પ્રભુ નામમાં, નામ પ્રભુનું તું ના લેતો
લાગે તને ભરી છે શક્તિ જે નામમાં, પ્રભુનું નામ એને શાને નથી ગણતો
ભરી છે શક્તિ, પ્રભુ તારા તો નામમાં રે
કરવી છે જાગૃત એને, સાથ એમાં તો તું આપજે
ભરીને શ્રદ્ધા હૈયે, નામ જપવા છે તારા રે
શબ્દમાં વ્યાપ્યો છે જ્યાં તું, પ્રાણ તારા એમાં પૂરજે
છે શક્તિ તો એમાં એવી, પાપીને ભી પાવન કરે રે
જાણતો નથી પાપો મારા, ના પડછાયો એનો પડવા દેજે
છે છત્ર એ તો સાચું, સુખદુઃખના તાપમાં છત્ર દેજે
મળે જ્યાં છત્ર એનું સાચું, છાંયડો સુખનો મળે છે
નામની દરકાર છે પ્રભુને, નામની રક્ષા કાજે એ દોડે
નામે તો તાર્યા અનેકને, તું ભી નામથી તરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)