1990-07-30
1990-07-30
1990-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13665
હર જીવનનું મરણ તો નિર્માણ છે, છે એ તો એનો અંતિમ અંજામ
હર જીવનનું મરણ તો નિર્માણ છે, છે એ તો એનો અંતિમ અંજામ
શાનથી તો જીવન જીવી જાજો, છે જીવનની તો એજ શાન
સમય સમય પર તો સમય સાધજો, છે એ તો સમયની રે માંગ
સદાય એ તો સરક્તો ને સરક્તો રહેશે, છે એજ તો એની પહેચાન
રહ્યો ના કોઈના હાથમાં, રહેશે ના કોઈના હાથમાં, જાશે છોડી એ નિશાન
રૂપ બદલાયા એના, ઢંગ બદલાયા એના, બદલાઈ ના એની આ ચાલ
દિવસ દીધા, રાત દીધી, દીધા પળપળના તો એણે રે વિભાગ
જીવન તો સમયનું એક બિંદુ છે, છે સમય તો સાગર સમાન
સમય સમય પર સહુ કાંઈ શોભે, છે સમયનું એ તો વિધાન
સાધી ના શક્યા જે સમય તો સાચાં, છે મરણ પછી જીવન, એનો અંજામ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hara jīvananuṁ maraṇa tō nirmāṇa chē, chē ē tō ēnō aṁtima aṁjāma
śānathī tō jīvana jīvī jājō, chē jīvananī tō ēja śāna
samaya samaya para tō samaya sādhajō, chē ē tō samayanī rē māṁga
sadāya ē tō saraktō nē saraktō rahēśē, chē ēja tō ēnī pahēcāna
rahyō nā kōīnā hāthamāṁ, rahēśē nā kōīnā hāthamāṁ, jāśē chōḍī ē niśāna
rūpa badalāyā ēnā, ḍhaṁga badalāyā ēnā, badalāī nā ēnī ā cāla
divasa dīdhā, rāta dīdhī, dīdhā palapalanā tō ēṇē rē vibhāga
jīvana tō samayanuṁ ēka biṁdu chē, chē samaya tō sāgara samāna
samaya samaya para sahu kāṁī śōbhē, chē samayanuṁ ē tō vidhāna
sādhī nā śakyā jē samaya tō sācāṁ, chē maraṇa pachī jīvana, ēnō aṁjāma
|