‘હું’ ‘તું’ તુ ની રમતથી તો જીવન શરૂ થાય છે, નિત્ય એ તો રમાય છે
શરૂઆત તો જીવનની ‘હું’ થી થાય છે, અનુભવે એ તો ‘તું’ માં બદલાય છે
નાના કે મોટા રે શું, જાણ્યે-અજાણ્યે રમત આ તો રમતા જાય છે
ઊભા છે સામસામા વિરોધીઓ, એકમેકને પકડવાની રમત રમાય છે
સાથ ને સાથીદારો સાથે, ઊભા છે સામ સામા, કસોટી તાકાતની ત્યાં થાય છે
ક્યારે પલ્લું કોનું ઉપર ને ક્યારે નીચે જાય છે, ના એ તો સમજાય છે
ક્યારે કોના, ક્યા સાથીદાર થાયે બાદ કે જીવંત, ના એ તો કહેવાય છે
છે શ્વાસોની તો આ રમત, કોણ થાકે ને કોના શ્વાસ છૂટી જાય છે
શ્વાસો છૂટયા કોના કેટલા, થાક્યા કોણ કેટલા, જીત એના પર મંડાય છે
જ્યાં જોર ‘હું’ નું જાયે, ‘તું’ પાછો હટી જાય છે, ‘તું’ જોર કરે જ્યાં, ‘હું’ ત્યાં હારી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)