મળે તો ચિતા જગમાં રે, તનની તો જે ખાક કરે
મળશે ના ચિતા તો જગમાં, દુઃખ ને ચિંતાની જે ખાક કરે
મળે તો જગમાં દવા રે, જે દર્દ તનના તો દૂર કરે
મળશે ના જગમાં તો દવા રે, મનની ચિંતા જે દૂર કરે
તનનો થાક તો ઊતરી જાયે, જ્યાં તનને તો આરામ મળે
મનનો થાક તો ઊતરી જાયે, જ્યાં ચિંતાને આરામ મળે
દીધી છે ચિંતા તો જગમાં જેણે, ચિંતા એ તો દૂર કરે
છે પ્રભુ તો જગકર્તા, ચિંતા એ તો નિત્ય હરે
પ્રભુચરણે ધર્યું છે મનડું જેણે, પ્રભુ ચિંતા એની તો કરે
પ્રભુમસ્તીમાં એ તો મસ્ત રહે, ચિંતા એની પાસે નવ ફરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)