ઉગાર્યો ઉગાર્યો, પ્રભુ તેં તો આ જીવડાને, અનેકવાર ઉગાર્યો
કિચ્ચડનો રે આ જીવડો, જગમાં ફરી પાછો કિચ્ચડમાં ડૂબી ગયો
જિંદગીભર રહ્યો આળોટતો એ કિચ્ચડમાં, અત્તરની સુગંધ ના પારખી શક્યો
સદ્ગુણોની મહેકમાં ના મહેકી શક્યો, દુર્ગંધ પાછળ એ દોડતો રહ્યો
રસ્તા લેતો ગયો એ ખોટાંને ખોટાં, તારા રસ્તા સાથે મેળ ના ખાધો
ઉગારતા જીવનમાં ના તું તો થાક્યો, ડૂબતા જીવનમાં ના એ ભી થાક્યો
સમજાતું નથી આ જીવનમાં, જગમાં મેળ આ વાતનો તો કેમ નથી ખાતો
ઊંડો ઊંડો એવો ઊંડો, અંદર એ ઊતરી ગયો, ભાન બીજું બધું એ ભૂલી ગયો
આનંદે આનંદે કદી એ તો ઊછળ્યો, અંતે તો, દુઃખમાંને દુઃખમાં સંકોચાઈ ગયો
ઉગાર હવે એકવાર એવો રે પ્રભુ, પડે ના ફરી ફરી તારે એને તો ઉગારવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)