છે કાચ જેવાં દિલડાં તો અમારા, કરશે ના સહન ઘા આકરાં તો તારા
રે માડી, એમાં તો એ ભાંગી જાશે રે, એમાં તો એ ભાંગી જાશે
જાળવતાં જાળવતાં એને રે માડી, નેવાના પાણી મોભે ચડયા
ઝીલતાં રે ઘા, કરમના આકરાં રે માડી, એમાં તો એ ભાંગી જાશે
પ્રેમના પૂરમાં તો એ તણાયા, ખાશે પછડાટ તો જો એ તો એમાં - રે માડી...
હટતા નથી માયાના પડળ તો તારા, પડાવે પગલાં એ આડા અવળાં - રે માડી...
છે એમાં સ્થાન તો તારા, પાડયા છે પચાવી એને, દુશ્મને મારા - રે માડી...
દબાઈ ગયા છે એમાં તેજ તો તારા, સહન નથી થાતા હવે તો અંધારા - રે માડી...
હોંશ નથી, વધીયે છીયે રે આગળ, મળે છે નિરાશા તો ઝાઝા - રે માડી...
શક્તિના દાન દીધા વિના, શક્તિ બહારની એ દોટ હશે અમારા - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)