Hymn No. 2697 | Date: 11-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-11
1990-08-11
1990-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13686
નામ લેતા તો પ્રભુનું જીવનમાં રે, તું શાને ખચકાય, તું શાને ખચકાય
નામ લેતા તો પ્રભુનું જીવનમાં રે, તું શાને ખચકાય, તું શાને ખચકાય પડે ના દામ તો કાંઈ એમાં રે, છે એ તો સહેલું રે, લેતા એને રે - તું શાને... અચકાયો ના પાપો આચરતા રે, લેતા હવે તો નામ પ્રભુનું રે - તું શાને... છે એ તો સીધું સાદું, છે શક્તિથી ભરેલું લેતા એને રે - તું શાને... ના ભેદભાવ એ તો રાખતું, જે લે એને એ તારતું, લેતા એને રે - તું શાને... ના વિધિ છે કોઈ મોટી, લાવજે પ્રેમની એમાં તો ભરતી, લેતા એને રે - તું શાને... હરતાં ને ફરતા સમય તને રે મળતાં, લેજે એને - તું શાને... છે એ તો એવું, દેશે સુખ જિંદગીનું તો બધું, લેતા એને રે - તું શાને... છે મૂડી એ તો સાચી, કરતો જા એને રે ભેગી, લેતા એને રે - તું શાને... શું નાનું કે મોટું, શું નર કે નારી, લઈ શકે એને રે, લેતા એને રે - તું શાને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
naam leta to prabhu nu jivanamam re, tu shaane khachakaya, tu shaane khachakaya
paade na dama to kai ema re, che e to sahelu re, leta ene re - tu shaane ...
achakayo na paapo acharata re, leta have to naam prabhu nu re - tu shaane ...
che e to sidhum sadum, che shaktithi bharelum leta ene re - tu shaane ...
na bhedabhava e to rakhatum, je le ene e taratum, leta ene re - tu shaane ...
na vidhi che koi moti, lavaje premani ema to bharati, leta ene re - tu shaane ...
haratam ne pharata samay taane re malatam, leje ene - tu shaane ...
che e to evum, deshe sukh jindaginum to badhum, leta ene re - tu shaane .. .
che mudi e to sachi, karto j ene re bhegi, leta ene re - tu shaane ...
shu nanum ke motum, shu nar ke nari, lai shake ene re, leta ene re - tu shaane ...
|