1992-08-11
1992-08-11
1992-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13689
બાવો તો બાવાની નાતમાં શોભે, સંસારીમાં છે એનું રે શું કામ

આવે જ્યાં સંસારીના સંસર્ગમાં, ભૂલશે ત્યાં એ તો પ્રભુનું નામ
રહેવું હતું સંસારીના સંસારમાં, બન્યો બાવો એ શું કામ
ત્યાગ્યો છે જ્યાં સંસાર તો એણે, એને સંસારીનું છે શું કામ
સંસારીનું ધ્યાન તો ધરવા જાતાં, ભૂલી જાશે એ તો પ્રભુનું ધ્યાન
માન અપમાન તો છોડયા જેણે, ભૂલી ના શકે એ એનું અપમાન
વૈરાગ્ય જાગ્યો જ્યાં હૈયે, બન્યો બાવો, ત્યાગે શાને હવે એ ત્યાગ
છોડયા રાગદ્વેષ તો જેણે, શાને ના છોડયા એણે આ અનુરાગ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
બાવો તો બાવાની નાતમાં શોભે, સંસારીમાં છે એનું રે શું કામ
આવે જ્યાં સંસારીના સંસર્ગમાં, ભૂલશે ત્યાં એ તો પ્રભુનું નામ
રહેવું હતું સંસારીના સંસારમાં, બન્યો બાવો એ શું કામ
ત્યાગ્યો છે જ્યાં સંસાર તો એણે, એને સંસારીનું છે શું કામ
સંસારીનું ધ્યાન તો ધરવા જાતાં, ભૂલી જાશે એ તો પ્રભુનું ધ્યાન
માન અપમાન તો છોડયા જેણે, ભૂલી ના શકે એ એનું અપમાન
વૈરાગ્ય જાગ્યો જ્યાં હૈયે, બન્યો બાવો, ત્યાગે શાને હવે એ ત્યાગ
છોડયા રાગદ્વેષ તો જેણે, શાને ના છોડયા એણે આ અનુરાગ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bāvō tō bāvānī nātamāṁ śōbhē, saṁsārīmāṁ chē ēnuṁ rē śuṁ kāma
āvē jyāṁ saṁsārīnā saṁsargamāṁ, bhūlaśē tyāṁ ē tō prabhunuṁ nāma
rahēvuṁ hatuṁ saṁsārīnā saṁsāramāṁ, banyō bāvō ē śuṁ kāma
tyāgyō chē jyāṁ saṁsāra tō ēṇē, ēnē saṁsārīnuṁ chē śuṁ kāma
saṁsārīnuṁ dhyāna tō dharavā jātāṁ, bhūlī jāśē ē tō prabhunuṁ dhyāna
māna apamāna tō chōḍayā jēṇē, bhūlī nā śakē ē ēnuṁ apamāna
vairāgya jāgyō jyāṁ haiyē, banyō bāvō, tyāgē śānē havē ē tyāga
chōḍayā rāgadvēṣa tō jēṇē, śānē nā chōḍayā ēṇē ā anurāga
|
|