શબ્દો મોંમાં આવી આવીને પ્રભુ, એ તો ત્યાં અટકી જાય
જોવું છે આજે મારે રે પ્રભુ, કહ્યા વિના તું સાનમાં સમજી જાય
જોઉં જ્યાં તારી આંખડીને આંખડીને, જ્યાં હું જોતોને જોતો જાઉં
તારી આંખડીમાંથી તો, હેત છલકાતુંને છલકાતું તો દેખાય
જનમોજનમના ભૂલીને સંબંધો, તારાથી ભી ચૂપ કેમ રહેવાય
તારી ચુપકીદીને ચુપકીદી જોતાં, મૂંઝારા હૈયાંના તો વધી જાય
તારા મુખને જોતા જોતા, મુખ પર જો આનંદની રેખા દેખાઈ જાય
મારા હૈયાંનો આનંદ, જીવનમાં તો ત્યાં અનેક ઘણો વધી જાય
બોલ્યા વિના પણ કદી કદી, ભાવથી પણ ઘણું ઘણું કહી જાય
જોવામાં બનું મશગૂલ હું એવો, ભાવો વાંચવા તારા રહી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)