જીવનમાં સહુને કાંઈ ને કાંઈ તો મળતું રહ્યું, જીવનમાં તોય સહુ રડતું રહ્યું
લાગ્યું સહુને દુઃખી નથી કોઈ એના જેવું, જીવનમાં તો સહુ રડતું રહ્યું
હસતાને સહુ તો જોતાં રહે, ગોતતાં રહે, આંખમાંથી આંસુ એનાં ક્યારે વહ્યું
જે કારણથી એ રડયું, દૂર થાતાં કારણ એનું, રડવાનું બંધ તોય ના થયું
રડતાં પ્રવેશ્યા સહુ તો જગમાં, રડવાનું જીવનભર, રડવાનું ના ભુલાયું
કંઈકે તો, મેળવવા સહાનુભૂતિ ને દયા, રડવાનું તો બંધ ના કર્યું
રડતાં રડતાં, રડવાનું એક શસ્ત્ર બન્યું, હસવાનું એમાં તો ભુલાયું
નારીએ સુંદર રીતે એ અપનાવ્યું, ઉપયોગી શસ્ત્ર એને એણે બનાવ્યું
દિલથી, ભાવથી, પ્રભુ સામે શસ્ત્ર જ્યાં એ ઉગામાયું, પ્રભુએ ત્યાં નમવું પડ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)