શબ્દને તો જ્યાં સૂર મળે, મધુરું સંગીત ત્યાં તો રચાય
જીવનને જો સાચા તાલ મળે, જીવન મધુરું ત્યાં બની જાય
નૃત્યમાં જ્યાં તાલ ને લય ભળે, નૃત્ય સુંદર એ બની જાય
સદ્દગુણી નારીમાં જો રૂપ મળે, સોનામાં સુગંધ ત્યાં ભળી જાય
ભક્તિમાં જ્યાં ભાવ ભળે, દર્શન દેવા તો પ્રભુ તડપી જાય
જ્ઞાનને તો જ્યાં દિશા મળે, લક્ષ્ય સુધી એ લઈ જાય
નાવને તો જ્યાં કિનારો મળે, અંત સફરનો સુખદ ગણાય
બુદ્ધિવાનને જો સાચું સમજાવનાર મળે, જલદી એ તો સમજી જાય
દાનવીરમાં તો જ્યાં દયા ભળે, ઘર ઘર નામ એનું લેવાય
ભક્તિમાં જ્યાં ભાવ ભળે, દર્શન દેવા તો પ્રભુ તડપી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)