તારી નાવ ઝોલાં ખાય, તારી નાવ ઝોલાં ખાય રે મનવા, તારી નાવ ઝોલાં ખાય
રહ્યા છે વાતાં, તોફાની વાયરા, હાલક ડોલક એ તો થાય - તારી...
સંભાળજે સુકાન તું એનું, જોજે એમાં એ, ઊંધી-ચત્તી ના થાય - તારી...
ચડતી ઊતરતી રહી છે મોજે-મોજે, ઊછળતી જોજે એમાં એ ઊંધીના વળી જાય - તારી...
પ્રેમને કિનારે લાંગરી દેજે એને, ભલે એમાં એ તો ઊંચી-નીચી થાય - તારી...
કાળ વીત્યો કેટલો, વીતશે કેટલો, ના કદી એ તો સમજાય - તારી...
વાગે ના થપાટ મગરમચ્છની એને, જોજે ઊંધી એમાં ના એ વળી જાય - તારી...
કરી જ્યાં સફર એમાં તેં તો શરૂ, જોજે સાચા કિનારે એ પહોંચી જાય - તારી...
નિશ્ચિંત બની જાજે રે તું, સાચો સુકાની એનો જીવનમાં જ્યાં મળી જાય - તારી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)