ઊભી-ઊભી જોઈ રહી છે તું શું રે માડી, અવદશા અમારી કે રાહ અમારી
માંડી રહી છે તું શું ગણતરી રે માડી, આવશું ક્યારે અમે, કે વાર કેમ લગાડી
લાવીએ સાથે અમારી, જે કાંઈ રે માડી, લેજે પ્રેમથી એને તું તો સ્વીકારી
છે બુદ્ધિ તો સીમિત અમારી રે માડી, આવી શકે છે એમાં તો ખામી
લાવતાં સાથે રહી જાય કંઈ રે માડી, જોજે એનું માડી તું ખોટું ના લગાડતી
શું લાવવું, શું ના લાવવું, મૂંઝાયા છીએ અમે રે માડી, નથી અમારી પાસે તારી કોઈ યાદી
રહ્યા છીએ મેળવી, વિગત એની અમે રે માડી, સમજાતું નથી કે એ સાચી છે કે ખોટી
મેળવતા ને ભેગી કરતા, વાર થઈ છે રે માડી, માગવી છે અમારે, એની રે માફી
રાહ નથી અમારી કાંઈ જાણીતી રે માડી, છે રાહ અમારા માટે તો નવી
બતાવતી રહેજે રાહ અમને રે માડી, જઈએ જ્યાં રાહ અમે તો ચૂકી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)