શ્રદ્ધાની જ્યોતને રે, તું જલવા દે, તું જલવા દે, તું જલવા દે
નિરાશાઓમાં ના એને રે, તું ના હલવા દે, ના હલવા દે
હિંમતનું તેલ ભરીને એમાં રે, તું ના ખૂટવા દે, ના ખૂટવા દે
સંયમની જાળીથી કરજે રક્ષણ એનું, તું રક્ષણ કરજે, રક્ષણ કરજે
મોહ માયાની મેશ ના એને લાગવા દે, ના લગવા દે, ના લાગવા દે
મોગરા શંકાના એના પર ના ચડવા દે, ના ચડવા દે, ના ચડવા દે
ધીરજના કોડિયામાં એને રહેવા દે, એને રહેવા દે, તું રહેવા દે
એની તેજે તો, શિખર ઊંચા ચડવા દે, ચડવા દે, તું ચડવા દે
ભક્તિ, જ્ઞાન ને ભાવના શસ્ત્રો એના વિના, બુઠ્ઠાં છે, બુઠ્ઠાં છે
પૂર્ણતાએ પહોંચાડવાની તાકાત તો એમાં છે, એમાં છે, એમાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)