Hymn No. 2708 | Date: 16-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-16
1990-08-16
1990-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13697
માયા સદા તો વળગે છે, પણ એ તો કાંઈ વેલ નથી
માયા સદા તો વળગે છે, પણ એ તો કાંઈ વેલ નથી આતમદીપ તો જલતો રહે, પણ એમાં તો કાંઈ તેલ નથી જ્ઞાનસાગર તો છે સાગર એવો, કે જેમાં તો જળ નથી છે કર્મ તો તલવાર એવી, એના જેવી ધાર કોઈ જગમાં નથી પ્રભુ છે સૂત્રધાર તો એવાં, જેની ધાર તો જગમાં દેખાતી નથી છે મન દર્પણ તો એવો, જેમાં જગને ખુદ દેખાયા વિના રહેતા નથી છે ભક્તિરસ તો એવો રે મીઠો, એના જેવી મીઠાશ બીજી નથી છે અપમાનનો રસ કડવો એવો, એના જેવી કડવાશ બીજી નથી છે પ્રેમ તો અમીરસ એવું, નવજીવન દીધા વિના રહેતું નથી છે નામ પ્રભુનું અમૃત જેવું, જીવનમાં પ્રાણ પૂર્યા વિના રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maya saad to valage chhe, pan e to kai vela nathi
atamadipa to jalato rahe, pan ema to kai tela nathi
jnanasagara to che sagar evo, ke jemam to jal nathi
che karma to talavara evi, ena jevi dhara koi jagamara to nathi
prutabhuhe evam, jeni dhara to jag maa dekhati nathi
che mann darpana to evo, jemam jag ne khuda dekhaay veena raheta nathi
che bhaktirasa to evo re mitho, ena jevi mithasha biji nathi
che apamanano raas kadavo evo, ena jevium,
nathi chevium navjivan didha veena rahetu nathi
che naam prabhu nu anrita jevum, jivanamam praan purya veena rahetu nathi
|