હે, નિરાકારી રે પ્રભુ, ભેટવા તને, મારે શું, નિરાકારી બનવું પડશે
સાકાર તો બનાવ્યો તેં તો મુજને, સાકાર સ્વરૂપે શું તું મને સ્વીકારી લેશે
દઈ સાકાર સ્વરુપ તો મને, દીધાં કંઈક નિરાકાર સાથીઓ ભી તો મને
દે કંઈક વાર સાથ એ તો મને, ખેંચી જાય કંઈકવાર એ તો મને
મળે ને આપે જ્યાં સાથ સાચો એ તો, લાગે ત્યારે પ્રભુ તું તો પાસે
ખેંચી જાય જ્યાં બધા મળીને મને, ખેંચાઈ જાઉં ક્યાં, ના એ સમજાયે
રહ્યું છે જીવનભર ચાલુ ને ચાલુ, અટકાવીશ ક્યાં ને ક્યારે, ના સમજાયે
છે જ્યાં બંને સ્વરૂપ એ તો તારા, ભેદભાવ ના એમાં તો રખાવજે
દઈશ દર્શન સાકારે કે નિરાકારે, દર્શન તો તારા ધન્ય બનાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)