Hymn No. 2710 | Date: 17-Aug-1990
|
|
Text Size |
 |
 |
છે પૂજવા જેવાં પગ તો પ્રભુનાં, હૈયે વસાવવા જેવાં છે રે પ્રભુ હૈયું ખાલી કરવા જેવું સ્થાન છે પ્રભુનું, સદા યાદ રાખ આ તો તું નીરખવા જેવાં છે નયનો તો પ્રભુનાં, હૂંફ લેવા જેવું છે હૈયું તો પ્રભુનું સાથ લેવા જેવો છે સાથ તો પ્રભુનો, સદા યાદ રાખ આ તો તું આરામ કરવા જેવો છે નિવાસ તો પ્રભુનો, છોડવા જેવું છે સુખ તો માયાનું યાદ કરવા જેવા છે ગુણ તો પ્રભુના, સદા યાદ રાખ આ તો તું વિચાર કરવા જેવા છે વિચાર તો પ્રભુના, નમન કરવા જેવું છે ચરિત્ર પ્રભુનું ચિંતા છોડવા જેવું છે સ્થાન તો પ્રભુનું, સદા યાદ રાખ આ તો તું વાતો કરવા જેવી છે વાતો પ્રભુની, લેવા જેવું છે તો શરણું પ્રભુનું સમજવા જેવી છે લીલા તો પ્રભુની, સદા યાદ રાખ આ તો તું જપવા જેવું છે નામ તો સદા પ્રભુનું, ધરવા જેવું છે ધ્યાન તો પ્રભુનું લેવા જેવું છે જ્ઞાન, જ્ઞાન તો પ્રભુનું, સદા યાદ રાખ આ તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|