કોણ મોટું, કોણ નાનું, ઉદ્યમ જગમાં તો આ સતત ચાલુ છે
બનવું નથી કોઈએ નાનું, રહેવું નથી નાનું,કહે નાનો એ નથી પોસાતું
કોઈને કોઈ વાતમાં હોય છે સહુ મોટું, ગણે નાના નથી કાંઈ એ ચાલતું
કોઈ હોય બુદ્ધિમાં મોટું, કોઈ વાતોમાં મોટું, હોતું નથી હરેક વાતમાં કોઈ મોટું
કોઈ હોય શક્તિમાં મોટું, કોઈ પૈસામાં મોટું, હોતું નથી હરેક વાતમાં કોઈ મોટું
ચાહે છે સહુ રહેવું તો મોટું, નથી રહી શક્તું કાયમ તો કોઈ ભી મોટું
રાખે હૈયાંમાં તો સંકુચિતતાનું થાણું, રાખી નથી શક્તા હૈયું ત્યાં તો મોટું
કહે કોઈ નાનું કે ગણે જ્યાં નાનું,લાગી જાય તરત તેને ત્યાં તો ખોટું
થાતા રહ્યાં છે ઝઘડા જીવનમાં, યુદ્ધો જગમાં, પૂરવાર કરવા કોણ મોટું કે કોણ નાનું
થાવા મોટાને બદલે, રહ્યાં છે કરતા કોશિશો, કરવા પૂરવાર અન્યને તો નાનું
સાચા દિલથી કે પૂરા ભાવથી ગણે જ્યાં મોટું, સમજવું ત્યારે એને સાચું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)