Hymn No. 2713 | Date: 18-Aug-1990
|
|
Text Size |
 |
 |
1990-08-18
1990-08-18
1990-08-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13702
છોડીને હૈયાનો બધો રે અહંકાર રે પ્રભુ, આવ્યા અમે તો તારે દ્વાર - રે
છોડીને હૈયાનો બધો રે અહંકાર રે પ્રભુ, આવ્યા અમે તો તારે દ્વાર - રે જોડવા છે આજે અમારે તો પ્રભુ, તારા હૈયાના તાર સાથે તો તાર - રે કૃપા કીધી અમારા પર તેં તો ઘણી, દીધો તેં માનવ અવતાર - રે જાણ્યે અજાણ્યે કરીએ કૃત્યો રે ખોટા, આપી માફી, કર અમારો સ્વીકાર - રે ઊતરી ગયા જીવનમાં નીચે ને નીચે એવા, ચડવું ઉપર છે, એ તો પડકાર - રે સમજ્યા ન હતા, પડકાર ના સમજાયો, તારા દર્શનની છે અમારી પોકાર - રે ઘૂમી માયામાં, હાલત બૂરી કરી, નથી કાંઈ એ તારી નજર બહાર - રે તેજપૂંજ તમને તો છોડી, વળગાડી રહ્યા હૈયે તો ખૂબ અંધકાર - રે સુધરી નથી હાલત તો અમારી, કરીએ અરજ, છોડાવ અમારા વિકાર - રે કૃપા તારી વરસાવ તો એવી, હવે માનવ જનમ અમારો તો સુધાર - રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhodi ne haiya no badho re ahankaar re prabhu, aavya ame to taare dwaar - re
jodava che aaje amare to prabhu, taara haiya na taara saathe to taara - re
kripa kidhi amara paar te to ghani, didho te manav avatara - re
jaanye ajaanye karie krityo re , aapi maphi, kara amaro svikara - re
utari gaya jivanamam niche ne niche eva, chadavum upar chhe, e to padakara - re
samjya na hata, padakara na samajayo, taara darshanani che amari pokaar - re
ghumi mayamam, haalat buri kari, nathi kai e taari najar bahaar - re
tejapunja tamane to chhodi, valagadi rahya haiye to khub andhakaar - re
sudhari nathi haalat to amari, karie araja, chhodva amara vikaar - re
kripa taari varasava to evi, have manav janam - re amaro to sudhara
|