Hymn No. 2716 | Date: 20-Aug-1990
|
|
Text Size |
 |
 |
પશુઓની વૃત્તિઓ માનવમાં, ક્યારે ને ક્યારે ઉપર આવી જાય છે સસલાં જેવા કોઈ બીકણ રહે, સિંહ જેવા કોઈ શૂરવીર દેખાય છે વાઘ જેવાં કોઈ વિકરાળ બને, કોઈમાં શિયાળની લૂચ્ચાઈ દેખાય છે સંસર્ગે શું આ વૃત્તિઓ આવી કે, આંતરવૃત્તિઓ અભિવ્યક્ત થાય છે હાથી જેવા કંઈક મદોન્મત્ત દેખાય છે, ક્યાંય હરણ જેવી ચપળતા દેખાય છે ઝરખ જેવી લોલુપતા જોવા મળે, કોઈ ગર્દભ જેમ લાત મારતા જાય છે કોઈ બળદ જેમ ભાર વહન કરે, કોઈ તો શ્વાન જેમ ભસતા જાય છે કોઈ દીપડા જેમ તરાપ મારે, કોઈમાં તો ચિત્તાની ચપળતા દેખાય છે કોઈમાં તો વાનરવૃત્તિ કૂદતી રહે, કોઈમાં ગેંડાની ચાલ દેખાય છે કોઈમાં બગલાવૃત્તિ મુખ્ય રહે, કોઈ મીન જેમ તરફડતા જાય છે કોઈ ભેંસ જેમ આળસું રહે, કોઈ બકરી જેમ તો કૂદતા જાય છે કોઈ કાગડા જેમ કોલાહલ કરતા જાય છે, કોઈ બાજ જેમ ત્રાટકતા જાય છે કોઈ ગરુડ જેમ ઉપર ઊડતા જાય છે, કોઈ કબૂતર જેમ ફફડતા જાય છે મેળવી ના શકે પશુ પક્ષી વૃત્તિ પર કાબૂ, માનવ તું શાને એમાં તારી ગણતરી કરાવતો જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|