હૈયાના છીપલામાં રે, લણવી છે મારે, પ્રેમની ખેતી રે
સંસારની ખારાશથી રે, સદા બચાવવી છે રે એને રે
વેરની જ્વાળાને રે, નથી પહોંચવા દેવી, એની પાસે રે
ઈર્ષ્યાની આગને રે, રાખવી છે દૂર ને દૂર, એનાથી રે
લોભ-લાલચની રે, આવવા નથી દેવી, પકડમાં તો એને રે
ભક્તિ ને ભાવમાં રે, રાખવી છે પ્રજ્વલિત તો એને રે
કોઈ સોદાબાજીથી રે, કરવી નથી દૂષિત તો એને રે
સદા નિર્મળતામાં રે, રાખવી છે જલતી તો એને રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)