Hymn No. 2728 | Date: 27-Aug-1990
|
|
Text Size |
 |
 |
જ્યાં હું નથી ત્યાં તો કર્મ નથી, આવે જ્યાં હું, ત્યાં કર્મ આવી જાય છે
Jyaa Hu Nathi Tyaa Toh Karm Nathi, Aave Jyaa Hu, Tyaa Karm Aavi Jaay Che
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
જ્યાં હું નથી ત્યાં તો કર્મ નથી, આવે જ્યાં હું, ત્યાં કર્મ આવી જાય છે હું ને ભેળવ્યો જ્યાં તું માં, હસ્તી કર્મની ત્યાં તો મટી જાય છે પંપાળતા રહેશો હું ને તો જ્યાં, હું તો ઉપર ને ઉપર આવતો જાય છે જાગે ના વિશ્વાસ સાચો જ્યાં તું માં, કર્મની પરંપરા તો સર્જાતી જાય છે પરંપરા તો જ્યાં સર્જાઈ કર્મની, અંત એનો તો તું વિના ના આવે છે વ્યાપક વિભુ રહ્યો છે સર્વમાં, રહી સર્વમાં કર્મ એ તો કરતો આવે છે હું પણું ત્યજી સમજી કર્મ કરો, કર્મનો અંત ત્યાં તો આવી જાય છે છૂટે ના જો હું, રહે જ્યાં વધતો ને વધતો, પરંપરા કર્મની ત્યાં સર્જાય છે કહો ભલે એને પ્રભુની લીલા કે કર્મની ગૂંથણી, સૃષ્ટિ એનાથી ગૂંથાઈ છે અનંતનો અંત તો છે પ્રભુમાં, પ્રભુમાં તો બધું જ સમાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|