છે જીવન તો જગમાં, એક કર્મની તો કહાની
લખાઈ એ પહેલાં, ભજવાઈ એ, જગમાં તો આવી
ભજવાશે એ તો સાચી, ઊઠશે દીપી એ તો કહાની
છે પાત્રો અજાણ્યા, આવે એ તો સંકેલાઈ
રહે બદલાતું વાતાવરણ, લે વળાંક જ્યાં કહાની
છે ભર્યા સર્વ રસો એમાં, રસોથી છે ભરપૂર કહાની
હર પાત્ર છે અનોખું, સમજે રચાઈ છે આસપાસ તો કહાની
ગૂંથાયા છે એવા, દે એના સૂત્રધારને તો વિસરાવી
કહાની અંદર, છે અનેક કહાની તો સમાઈ
શોધતા મળે ના ચરણ એના, થઈ શરૂ ક્યાં કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)