છે હરેક નદીના તો જુદા રે કિનારા, વહેતા રહ્યા છે જળ એમાં એકસરખાં છે
રહ્યું છે વહેતું લોહી તો ઇન્સાનમાં, એકસરખું એ તો લાલ છે
હરેક ધરમમાં, પ્રભુને તો, એક ને સર્વસ્વ તો ગણવામાં આવ્યા છે
આ ધરતીના તો, સૂર્ય ને ચંદ્ર તો એક જ રહ્યા છે
ખાવો જ્યાં સાકર, દઈ જુદા-જુદા નામ એને, એ તો મીઠી જ લાગે છે
મળી છે આંખ સહુ માનવને, અંતર ને બાહ્ય જગત, સરખું દેખાય છે
મળી છે સહુને પાંખ વિચારોની, ઊડવાને આકાશ તો એકસરખું છે
મન, બુદ્ધિ મળ્યા છે માનવને સરખા, ઉપયોગ સહુએ જુદા-જુદા કર્યા છે
જગના ખૂણે-ખૂણે દિવસના કલાક સહુને એકસરખા મળ્યા છે
નાના-મોટા, માનવ સહુમાં, અહં તો એકસરખા જોવા મળે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)