રહ્યા તો ફળ મીઠાં દેતા માનવને, તોય માનવ ઝાડને પથ્થર મારવું અટક્યો નથી
દેતું રહ્યું છે છાંયડો એ તો માનવને, તોય માનવ જલાવવું એને તો ચૂક્યો નથી
રહ્યું દેતું અનાજ એ તો માનવને, પગે કચડવું એને, માનવ તોય ચૂક્તો નથી
દેતો રહ્યો છે વિસામો અનેક પક્ષીઓને એ તો, એને કાપવું રે, માનવ ચૂક્તો નથી
રાખી રહ્યું છે ઝાડ, ધરતી સાથે સંબંધ મીઠા, સંબંધ એનો તોડવો માનવ ચૂક્તો નથી
કરી રહ્યો છે માનવ પર એ કંઈક ઉપકાર, માનવ અપકાર કરવું તોય ભૂલતો નથી
દઈ રહ્યો છે પ્રાણવાયુના માનવને દાન, માનવને હૈયે તોય એ વસતું નથી
સહી રહ્યો છે માનવના બધા અત્યાચાર, ઉપકાર કરવું માનવ પર, એ તો ભૂલતો નથી
છે યોગી જેવો એનો અવતાર, તાપ ને ટાઢ સહન કરવું એ ચૂક્તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)