Hymn No. 2742 | Date: 03-Sep-1990
|
|
Text Size |
 |
 |
1990-09-03
1990-09-03
1990-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13731
કરીશ દ્વાર બંધ જો તું, પ્રેમ ને ભક્તિ કાજે તારા હૈયાના
કરીશ દ્વાર બંધ જો તું, પ્રેમ ને ભક્તિ કાજે તારા હૈયાના રાખીશ ખુલ્લાં દ્વાર જો તું, હૈયાના સદા વાસનામાં ચેત ચેત રે માનવ તું ચેત, હાલ બૂરા તારા તો થઈ જવાના મૂકીશ આંધળી દોટ તું, જ્યાં માયા પાછળ કરીશ બંધ દ્વાર તો તું, જ્યાં વિવેકના - ચેત... સાચા ખોટાના ભેદ ભૂલીશ, અહીં તહીં જગમાં જો ભમીશ હટાવીશ પ્રેમને જો હૈયેથી, પ્રેમનાં સાંસાં ત્યાં પડવાના - ચેત... તાર્યા નથી માયાએ તો જગમાં કોઈને ના સમજીશ જો આ તું, ફટકા માયાના મળવાના - ચેત... અસંતોષે હૈયું જો ભર્યું રાખીશ, કામ ક્રોધને જો ના હટાવીશ દયા ધરમને હૈયેથી વિસરાવીશ, પડશે જીવનમાં આકરાં ચડાણ ચડવાના - ચેત... સત્યમાંથી જો તું પાછો હટીશ, અસત્યને જો ગળે વળગાડીશ મોહમાયાને હૈયે લપેટીશ, દહાડા સુખના, તુજથી દૂર રહેવાના - ચેત... હૈયે પ્રભુને જો ના સ્થાપીશ, મનને ફરતું ને ફરતું રાખીશ વૃથા સમય તારો જો વિતાવીશ, ફેરા જનમના રહી જવાના - ચેત...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karish dwaar bandh jo tum, prem ne bhakti kaaje taara haiya na
rakhisha khulla dwaar jo tum, haiya na saad vasanamam
cheta cheta re manav tu cheta, hala bura taara to thai javana
mukisha andhali dota tum, jya maya jyamara
toisha tumkana, dyamara toisha tumisha - cheta ...
saacha khotana bhed bhulisha, ahi tahi jag maa jo bhamisha
hatavisha prem ne jo haiyethi, premanam sansam tya padavana - cheta ...
taarya nathi mayae to jag maa koine
na samajisha jo a tum, phataka mayana malvana - cheta ...
asantoshe haiyu jo bharyu rakhisha, kaam krodh ne jo na hatavisha
daya dharamane haiyethi visaravisha, padashe jivanamam akaram chadana chadavana - cheta ...
satyamanthi jo tu pachho hatisha, asatyane jo gale valagadisha
mohamayane haiye lapetisha, dahada sukhana, tujathi dur rahevana - cheta ...
haiye prabhune jo na sthapisha, mann ne phartu ne phartu rakhisha
vritha .. samay taroah joeta javana, phera javana, phera javana .
|