કદી ને કદી, ક્યારે ને ક્યારે, જીવનમાં સહુ કોઈએ, કોઈની રાહ જોવી પડી છે
મેળવતા તો આ માનવદેહ, સહુ કોઈએ, જનમો-જનમની રાહ તો જોવી પડી છે
માઠો સમય સુધરવાને તો જીવનમાં, સહુ કોઈએ રાહ તો જોવી પડી છે
મોટી માંદગીના બિછાનેથી થાવા ઊભા, સહુ કોઈએ રાહ તો જોવી પડી છે
સવારે ઊઠી, જીવનમાં તો રાતની રાહ, સહુ કોઈએ જોવી પડી છે
જન્મ્યા જગમાં તો જે-જે, એક દિવસ, મરણની રાહ પણ જોવી પડે છે
થાયે પ્રવાસ જીવનમાં તો શરૂ, પ્રવાસના અંતની પણ રાહ જોવી પડે છે
જીવનમાં તો પાપીઓના પરિવર્તનની ભી રાહ તો જોવી પડે છે
સાગરમાં આવતી ઓટે પણ તો ભરતીની રાહ તો જોવી પડે છે
જીવનમાં પણ, પ્રભુદર્શનની રાહ સહુએ તો જોવી પડે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)