શૂન્યમાં જ્યાં એક ઉમેરાયું, ત્યાં એક તો બન્યું
એકમાંથી તો એક બાદ કરતા, શૂન્ય પાછું રહી ગયું
એકને તો જ્યાં એકથી ગૂણ્યું, એક જ ત્યાં તો રહ્યું
ગૂણ્યું એકને તો બીજાથી, ગોટો ત્યાં ઊભો એ કરી ગયું
મુકાઈ જ્યાં સંખ્યાં એકની બાજુમાં બીજી, નવું ઊભું ત્યાં થઈ ગયું
છે પ્રભુ તો શૂન્ય, એમાંથી બધુ નિર્માણ તો થઈ ગયું
એક-એક કરતા તો જગમાં, નિર્માણ જગનું તો થઈ ગયું
છે વૃત્તિ પ્રભુની તો એક, અનેક વૃત્તિઓનું નિર્માણ કર્યું
સમાતા વૃત્તિ પાછી પ્રભુમાં, વૃત્તિઓનું શમન થઈ ગયું
સમાવ્યો જ્યાં આત્મા પરમાત્મામાં, અસ્તિત્વ એનું મટી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)