છલકાવી દેજે જામ મારો રે પ્રભુ, તારા પ્યારથી, મારી જીવનની મહેફિલમાં
દેજે ભુલાવી ભાન જગનું, મને બધું રે, દેજે ડુબાડી મને તારા તો ખ્યાલમાં
નથી જોઈતું મને, આવે ના જે સાથે, નથી જોઈતું મને, આવે ના જે સાથમાં
ખયાલ તારા તો છે દોલત મારી, લૂંટી ના લેતા, મને ડુબાડી માયામાં
પુકાર પ્યાર ભર્યો તો તારો, છે સહારો મારો, લેતા ના આંચકી એને વાત વાતમાં
સુધારવો છે જન્મારો, ભૂલીને રે માયા, દેજે ભુલાવી માયા, પ્રભુ તારા પ્યારમાં
ભક્તિની મહેર કરજે, હૈયે એનું વહેણ દેજે, વહેવા દેજે એને રે પ્રભુ, તારા પ્યારમાં
ગઈ છે મારી તન્મયતા, દેજે તારામાં લીનતા, બનાવી દેજે લીન તારા પ્યારમાં
છૂટે ના પ્યાર મારો, દૃઢ એને બનાવો, રહું સદા રે પ્રભુ, તારા વિશ્વાસમાં
શ્વાસેશ્વાસમાં ને રોમેરોમમાં રહેજો તમે રે પ્રભુ, રાખજો મને તો, આ અનુભૂતિમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)